શોધખોળ કરો
General Knowledge: મોબાઈલ અથવા તેનું ચાર્જર બની શકે છે તમારા મોતનું કારણ, સૂતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો
General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
તેલંગાણામાં એક વ્યક્તિ રાત્રે મોબાઈલ ફોન ચાર્જ કરીને સૂતી વખતે વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મોત થયું. ચાલો જાણીએ કે તે કેટલું જોખમી હોઈ શકે છે અને તેની પાછળનું કારણ શું છે.
1/6

જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
2/6

તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
Published at : 27 Oct 2024 08:12 AM (IST)
આગળ જુઓ





















