નવી દિલ્હીઃ જો તમે યુટ્યૂબ પર વીડિયો જોવાના શોખીન હોય તો તમારા માટે આ સમાચાર છે. તાજેતરમાંજ ગૂગલે યુટ્યૂબ પર કેટલાક ખાસ અને કામના ફિચર્સ એડ કર્યા છે, જેના દ્વારા તમને ખબર પડી જશે કે તમે કેટલો સમય વીડિયો જોવામાં વિતાવ્યો. આ ફિચરને યુ્ટ્યૂબે યૂઝર્સના સોશ્યલ વેબબીંઇંગને ધ્યાનમાં રાખીને લૉન્ચ કર્યું છે.
3/5
ઉપરાંત તમને 'Time Watched' ના પેજ પ જ Scheduled digest નું ફિચર મળી જશે. ઉલ્લેખનીય છે કે, Scheduled digest તમારી સબ્સક્રાઇબ ચેનલ્સનું નૉટિફિકેશન મેનેજ કરે છે અને તને એક દિવસમાં એક નૉટિફિકેશન બતાવે છે. Digital Wellbeing toolsમાં સાઉન્ડ અે વાઇબ્રેશનને પણ ડિસેબલ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જેનાથી તમે પોતાની મરજી પ્રમાણે ઇનેબલ કે ડિસેબલ કરી શકો છો.
4/5
જ્યારે તમે આના પર ક્લિક કરશો તો તમારા છેલ્લા અઠવાડિયા સુધીનો ડેટા દેખાશે કે, તમે એક દિવસમાં કેટલા કલાક વીડિયો જોયા છે. આ ઉપરાંત તમારો વીડિયો જોવાનો એવરેજ ટાઇમ પણ દેખાડશે.
5/5
જો તમે એ જાણવા માગતા હોય કે તમને યુટ્યૂબ પર વીડિયો જોતા કેટલો સમય વિતાવ્યો, તો આ માટે તમારે સૌથી પહેલા યુટ્યૂબ એકાઉન્ટમાં જવું પડશે. આમાં તમને My Channel ની નીચે 'Time Watched' દેખાશે.