શોધખોળ કરો
ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કોણે આપ્યું આવું નિવેદન અને શું કહ્યું
1/3

આજ રોજ ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે.
2/3

ગાંધીનગરઃ હાલ દેશ અને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજબરોજ નવી વિક્રમી સપાટી પહોંચી રહ્યા છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડીને મોંઘવારીથી પીડાતી પ્રજાને થોડી રાહત આપી છે. ગુજરાત સરકારે પણ વિધાનસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલ વેટ ઘટાડીને ભાવમાં થોડી રાહત આપી હતી.
3/3

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પેટ્રોલ-ડીઝલ પર વેટ નહીં ઘટાડવામાં આવે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટેક્સ છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટેક્સ છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના ખૂબ ઓછી છે.
Published at : 11 Sep 2018 07:04 PM (IST)
View More
Advertisement





















