આ શખ્સ અગાઉ મહુડી રહેતો હતો. તેણે જ શિક્ષકની બાતમી મેળવી ફસાવવાનો પ્લાન ઘડ્યો હતો. ઝડપાયેલા શખ્સોના કબ્જામાંથી બલેનો કાર, મોબાઇલ, એટીએમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઝડપાયેલા શખ્સોએ અન્ય હજુ કેટલાક શોખીનોને પણ જાળમાં ફસાવ્યા હોવાની શંકા પોલીસને છે. પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે. જોકે, યુવતી હજુ ફરાર છે.
2/7
આ શખ્સો સાગર ભરત જાની (રહે. ડી-૩૦૩, સકલ રેસિડેન્સી, ન્યુ વાવોલ), બ્રિજેશ હરેશ પટેલ (રહે. કૃષ્ણનગર, ધનુષ્યધારા સોસાયટી, નરોડા), રવિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (રહે. ૩૭૫-૨, સેક્ટર-૪ બી) તથા અર્પણ ઉર્ફે સની જગદીશગીરી ગોસ્વામી (ઇ-૧૧૯- વિભાગ-૧, પાશ્વનાથ ટાઉનશીપ, નરોડા) હોવાનું સામે આવ્યું છે. તેમની પુછપરછમાં આનંદ ભાવસાર નામના શખ્સનું પણ નામ ખુલ્યુ હતું.
3/7
શિક્ષકને તેઓ સુમન ટાવર પાસે કાર સાથે લાવ્યા હતા. અહીં તેમણે શિક્ષકને બ્લેમક કર્યો હતો અને પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, એટીએમમાંથી 1.31 લાખ રૂપિયા ઉપડાવી પડાવી લીધા હતા. એટલું જ નહીં, કાર પણ લઈ લીધી હતી. તેમજ તેના ઘરે જઈને બાકીના રૂપિયા લીધા હતા.
4/7
આ અંગેની વિગતો એવી છે કે, મહુડીનો શિક્ષક યુવકને ફેસબૂક પર થોડા સમય પહેલા સોનુ ખાન નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે શિક્ષકે એક્સેપ્ટ કરતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. વાતચીત પછી બંને વચ્ચે મિત્રતા થતાં મળવાનું નક્કી કર્યું હતું.
5/7
ગાંધીનગરઃ મહુડીના શિક્ષકને ફેસબૂક ફ્રેન્ડ યુવતી સાથે ગેસ્ટહાઉસમાં મજા કરવા જવાનું ભારે પડી ગયું છે. શિક્ષક મજા કરવાના ઇરાદે યુવતીને લઈને ગેસ્ટહાઉસમાં ગયો હતો. જોકે, અહીં યુવતીના મળતિયા પહોંચી ગયા હતા અને ધાકધમકી આપીને પાંચ લાખ રૂપિયા અને બલેનો કાર પડાવી લીધી હતી.
6/7
આ અંગે શિક્ષકે ફરિયાદ કરતાં એસઓજીએ સીસીટીવીથી તપાસ તપાસ કરતાં એક બાઇક ટ્રેસ થયુ હતું. દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા શખ્સો વાવોલ પાસે બેઠા છે. પોલીસે દરોડો પાડી બલેનો કાર સાથે ચાર શખસોને ઝડપી લીધા હતા.
7/7
ગત 17મીએ શિક્ષક સોનુને મળ્યો હતો અને પછી બંને ગેસ્ટહાઉસમાં મજા કરવાના ઇરાદે ગાય હતા. જોકે, પ્લાન પ્રમાણે યુવતીના મળતિયા આવી ગયા હતા અને શિક્ષકને ધાક-ધમકી આપી હતી. જેમાંના એક શખ્સે સોનુનો ભાઈ હોવાનું કરી ધમકાવતાં શિક્ષક ગભરાઈ ગયો હતો અને પછી આ શખ્સો શિક્ષકની બલેનો કારમાં બેસી ગયા હતા.