શોધખોળ કરો
કેશુભાઈ પટેલને સાંત્વના આપવા આવ્યા જીતુ વાઘાણી, જાણો સાથે કોણ-કોણ હતું
1/4

રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું રવિવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા દુઃખદ નિધન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઈ ઘણા લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનુ હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યુ હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. જગદીશભાઈ પટેલનું ગુરૂવારે રાજકોટની આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવ્યું છે.
2/4

ઉલ્લેખનીય છે કે કેશુભાઈના પુત્ર પ્રવિણભાઇ પટેલનું પણ ગત વર્ષે ૮ સપ્ટેમ્બરના રોજ દુઃખદ નિધન થયેલ. કેશુભાઈના તમામ પુત્રો ઓશો સન્યાસી છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જૂનો અતૂટ નાતો રહેલો છે. કેશુબાપાના ૫ પુત્રો અને ૧ પુત્રી છે. જેમાં સૌથી મોટા સ્વ.જગદીશભાઈ, સ્વ.પ્રવિણભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, અશોકભાઈ છે તેમજ બહેન સોનલબેન જેઓ અમદાવાદ રહે છે.
Published at : 28 Aug 2018 08:11 PM (IST)
View More





















