કોર્ટે રાજેન્દ્રસિંહને જામીન જોઈતા હોય તો 5 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. જોકે, આરોપીએ પોતે ખેડૂત હોવાથી આટલા રૂપિયા આપી શકે તેમ નથી તેવું જણાવતા કોર્ટે તેને 1 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ આપ્યો હતો.
2/6
બળાત્કાર તેમજ પોક્સોના આરોપમાં જેલમાં રહેલા આરોપીએ કોર્ટને પીડિતા સાથે તે પુખ્ત વયની થાય ત્યારે તેની સાથે લગ્ન કરવાની બાહેંધરી આપી છે, જેનો પીડિતાના પરિવારજનોએ પણ વાંધો ન ઉઠાવતા કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યાં હતા.
3/6
જોકે, આરોપીએ આ મામલે કાયમી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી કોર્ટને જણાવ્યું હતું કે, તે અને પીડિતા એક જ જ્ઞાતિના છે અને પીડિતા 18 વર્ષની થઈ જાય ત્યાર બાદ તે તેની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે.
4/6
જવ્વલે જ જોવા મળતાં એક કિસ્સામાં 15 વર્ષની એક છોકરીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલા 35 વર્ષના એક યુવકને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. હાલ આ સમગ્ર ઘટના ગાંધીનગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
5/6
આ સમગ્ર મામલા ફરિયાદ થતાં પોલીસે બન્નેને ખેડબ્રહ્માના એક ગામમાંથી પકડી પાડ્યા હતાં. પોલીસે રાજેન્દ્રસિંહની બળાત્કાર તેમજ પોક્સોના આરોપ હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
6/6
અમદાવાદ: એકબીજાના પ્રેમમાં યુવક-યુવતીઓ એકબીજા સાથે ભાગીને લગ્ન કરતાં હોય છે ત્યારે ગાંધીનગરના બિલોદરા ગામનો રાજેન્દ્રસિંહ પોતાની પાડોશમાં રહેતી સગીરાને 1 એપ્રિલ 2018ના રોજ ભગાડી ગયો હતો. સગીરા અને પાડોશમાં રહેતો રાજેન્દ્ર બન્નેએ લગ્ન કર્યા વિના 1 મહિનો અને 19 દિવસ સુધી એક જ રૂમમાં સાથે રહ્યા હતા.