નર્મદાઃ તિલકવાડા તાલુકાના ફતેપુરની 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયા પછી પરાણે સંબંધ બાંધતાં પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આરોપી યુવક અને સગીરાને અંબાજીથી પકડી પાડ્યા હતા. પોલીસે સગીરાની ફરિયાદને આધારે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
2/4
ત્યારે તિલકવાડા પોલીસે આરોપી કિરણ બારીયા સામે ipc 376 અને પોક્સો એક્ટની કલમ 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં હાલ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 20 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલું આ કપલ અલગ અલગ જગ્યાએ રોકાયું હતું અને આ જગ્યાએ કિરણે પ્રિયા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીને હાલ જેલ હવાલે કરાયો છે.
3/4
બીજી તરફ ગત 10 એપ્રિલે સગીરાના પરિવારે દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ કરી હતી. તિલકવાડા પોલીસે આ ફરિયાદને આધારે તપાસ કરતાં ગઈ કાલે બંને અંબાજી ખાતેથી મળી આવ્યા હતા. પોલીસે બંનેને તિલકવાડા લાવી સગીરાની પૂછપરછ કરતાં તેના પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું.
4/4
આ અંગેની વિગતો એવી છે કે, તિલકવાડા તાલુકાના ફતેપુરની 17 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) અને ગામના જ 19 વર્ષીય કિરણ બારીયા વચ્ચે પ્રેમસંબંધ હતા. ગત 6 એપ્રિલે કિરણ પ્રિયાને લગ્ન કરવાનું વચન આપી ભગાડી ગયો હતો. દરમિયા અલગ અલગ જગ્યાએ કિરણે પ્રિયા સાથે પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા.