31મી રાત્રે પોલીસ દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરતા તેમજ ગુજરાતમાં જ દારૂના નશામાં લોકોને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. જેમાં વાપીમાં 152, પારડીમાં 205 તેમજ વલસાડમાં 60 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આ લોકોને રાખવા માટે પોલીસ સ્ટેશન ઓછા પડી ગયા હતા.
2/5
આ લોકોને રાખવા માટે પોલીસ સ્ટેશનો ઓછા પડી ગયા હતા. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં પગલ મૂકવાની પણ જગ્યા પણ નહોતી.
3/5
31મી ડિસેમ્બરની રાત્રે વલસાડ જિલ્લામાં દારૂ પીને રાજ્યમાં પ્રવેશતા એટલા લોકો પકડાયા કે પોલીસ સ્ટેશન જ આખું પેક થઈ ગયું હતું. ગુજરાતમાં વલસાડ પોલીસે પીધેલાઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. 31મી ડિસેમ્બરના રોજ જિલ્લામાં 650થી વધારે લોકોને નશાની હાલતમાં પકડાયા છે.
4/5
વલસાડ પોલીસ સ્ટેશનમાં તો એવું બન્યું હતું કે પોલીસે દારૂ પીધેલા લોકોને તો પકડ્યાં પણ ક્યાં બેસાડવા તે ચિંતાનો વિષય બન્યો હતો. પોલીસ સ્ટેશન જ હાઉસફુલ થઈ ગયું હતું.
5/5
ગુજરાતીઓએ મન મૂકીને 31મી ડિસેમ્બરની ઉજવણીની સાથે સાથે નવા વર્ષને આવકાર્યું હતું. વલસાડ પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરતા 650થી વધારે લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. પોલીસે પકડેલા પીધેલાઓમાં ફક્ત યુવાનો જ નહીં પણ યુવતીઓ પણ સામેલ છે.