અકસ્માતને પગલે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
2/4
અકસ્માતમાં કંકુબેન ભવાનભાઈ રાઠોડ, રહેવાસી તામસા (ઉ.વ.35), વિજય વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.15), હિરૂબેન જીવાભાઈ ચૌૈહાણ, રહેવાસી ગોલાણા (ઉ.વ.60), મમતાબેન પૂંજાભાઈ ચૌહાણ રહેવાસી ગોલાણા (ઉ.વ.16), કલ્પેશ ગણપત ધાનગેણી મોરબી (ઉ.વ.15), મુકેશ માનાભાઈ છીપરા માપટડી (ઉ.વ.40) અને રાજુભાઈ રંગલાલ ગુર્જર મૂળ યુપી અને હાલ મોરબી (ઉ.વ.25)નું મોત થયું હતું.
3/4
બે રિક્ષામાં સવાર થઈને માતાના મઢે દર્શન માટે જતો પરિવાર સુરજબારી પાસે ચા-નાસ્તો કરવા રોકાયો હતો. ત્યારે ટેન્કરે બંને રીક્ષાઓને અડફેટે લીધી હતી.
4/4
માળીયામિંયાણા: માતાના મઢે દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની બે રિક્ષાને ડીઝલના ટેન્કરે અડફેટ લેતા સાત વ્યક્તિઓના મોત થયા છે. ઘટનામાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત મોડી રાત્રે માળીયા પાસેના સુરજબારી તરફના કચ્છને જોડતા નેશનલ હાઈવે પર થયો હતો.