સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, શનિવારે પૂનમના દિવસે ભક્તોની મોટી ભીડ અંબાજી મંદિરે આવતી હોય છે. ત્યારે ગઈ પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દૂર આવેલા પવિત્ર ગબ્બર પર સવારે આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા અને ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નારા લગાવ્યા હતાં.
2/3
વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમાં બે આંખ, કાન, મોઢું જોવા મળી રહ્યું છે. ગબ્બરનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે ભક્તો કૂતુહલતા સાથે ભાવ વિભોર થઈ રહ્યા છે.
3/3
અંબાજી: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિર અને ગબ્બરનું પુરાણોમાં ઘણું મહત્વ છે. 52 શક્તિપીઠમાંથી એક ગણાતા અંબાજી માતાના મંદિરને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. ગયા શનિવારે એટલે કે પૂનમના દિવસે અંબાજી માતાના ગબ્બર પર મોટો ચમત્કાર સર્જાયો હતો.