પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, અમરતભાઈ પોતાની પરિણીત પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. બંને નવાડાની સીમમાં રંગરેલિયાં મનાવી રહ્યાં હતાં ત્યારે યુવતીનો પતિ આવી પહોંચ્યો હતો. પોતાની પત્નિને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈને પતિએ પ્રેમીની માથામાં ધોકાના ઘા મારીને ઘાતકી હત્યા કરી હતી.
2/8
બીજા દિવસે રવિવારે વહેલી સવારે ફરીથી બધા મળીને તપાસ કરતા હતા ત્યાં રેલવેના પાટાથી આગળ બાવળની ઝાડીમાં અમરતભાઈ ઠાકોરની લાશ મળી આવી હતી. આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને તેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
3/8
સુનિલભાઈએ જવાબ આપ્યો હતો કે, મેં તમારા ભાઈને બે-ત્રણ ધોકા માર્યા હતા અને ત્યાર બાદ મારા ઘરે જતો રહ્યો હતો. પછી તે ક્યાં છે તેની મને ખબર નથી. તે એક બાઇકવાળા સાથે આવેલો હતો અને તે ભાગી ગયો હતો. જવાબ સાંભળ્યા બાદ રમેશભાઈ અને અન્ય લોકો પાછા વડપગ ચાલ્યા ગયા હતા.
4/8
ભાભર તાલુકાના વડપગ ગામના રમેશભાઈ ચમનજી ઠાકોરે લખાવેલી ફરિયાદ અનુસાર શનિવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સુમારે ઘરે હતા ત્યારે ગામના ઠાકોર પ્રવીણભાઈ જોરાભાઈનો ફોન આવ્યો હતો કે, તેમના ભાઈ ઠાકોર અમરતભાઈ મહેમદાવાદ સીમમાં રેલવે ફાટક પાસે લોહીલુહાણ હાલતમાં પડેલો છે.
5/8
આ બધાં તાત્કાલિક ગામના દિનેશભાઇ ઠક્કરની પ્રાઇવેટ ગાડી લઈને મહેમદાવાદ પહોંચ્યા હતા અને રેલવેના પાટા પાસે તપાસ કરી હતી,પરંતુ ઘાયલ અમરતભાઈ ક્યાંય મળ્યા નહોતા. બહુ તપાસ કર્યા બાદ મોડી રાત્રે બે વાગે તેમના ગામના જમાઈ સુનિલભાઈ ઠાકોરના ઘરે પૂછવા માટે ગયા હતા.
6/8
પ્રવીણભાઈએ એવી માહિતી પણ આપી કે, અમરતભાઈને આપણા જમાઈ સુનિલભાઈ ઠાકોરે બેહદ ફટકાર્યો છે તેથી તેને તાત્કાલિક દવાખાને લઇ જાઓ. રમેશભાઈએ તેમના ભાઈ બાબુભાઇ તથા દિનેશભાઇ અને તેમના કુટુંબીજનો સોનાજી હમીરજી અને ધનજીભાઈ હમીરજીને વાત કરી હતી.
7/8
રાધનપુર: રાધનપુરમાં લગ્નેતર સંબંધોમાં એક યુવકે પોતાનો જીવ ખોવો પડ્યો છે. આ યુવકની પરીણિત પ્રેમિકા પિયર આવી હતી અને તેણે પ્રેમીને મળવા બોલાવ્યા હતો. યુવક પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવી રહ્યો હતો ત્યારે જ પાછળથી પ્રેમિકાનો પતિ આવી પહોંચ્યો હતો અને તેણે પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
8/8
જોકે પોલીસ પતિનિ ધરપકડ કરે તે પહેલાં પતિ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. પોતાની પત્નિને બીજા યુવક સાથે શારીરિક સંબંધો હોવાની તેને ખબર પડતાં તેણે પત્નિનો પીછો કરીને તેને રંગે હાથ પકડી હતી. એ પછી તેણે તેની હત્યા કરી નાંખી હતી.