આગમી મહિને 20, 21 અને 22 ડીસેમ્બરનાં રોજ ટેન્ટ સીટી નર્મદા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી પણ આવવાનાં છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પોલીસ સેવા bsf, ibpt, crpf,cisf સહિત ib અને તમામ રાજ્યોના પોલીસ વડાઓ ઉપસ્થિત રહેશે.
2/4
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મુખ્ય વહિવટદાર દ્વારા વિનંતી કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓએ 21મીએ સવારે 11 વાગ્યા પછી જ આવવું, આ સિવાય આ દિવસે સાંજનો પ્રોજેક્શન મેપિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ પ્રવાસીઓ માટે બંધ રહેશે જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી.
3/4
આગામી 21 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી તેમજ અન્ય મહાનુભાવો કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે વાર્ષિક ડીજી કોન્ફરન્સ માટે પધારી રહ્યાં છે. આથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પ્રવાસે આવનારા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ તારીખ 21 શુક્રવારે સવારે 11 પછી જ આવે.
4/4
અમદાવાદઃ હાલમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા ખૂલ્લું મુકાવમાં આવેલ સ્ટેટ્યૂ ઓફ યૂનિટી ગુજરાતનું નવું પ્રવાસન સ્થળ બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે. જોકે આગામી 21 તારીખતી થોડા સમય માટે સ્ટેટ્યૂ ઓફ યૂનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. જો આ દિવસોમાં તમે મુલાકાત લીધી તો તમને ધક્કો પડી શકે છે.