મોરબીમાં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખભાઈ પ્રભુભાઈ આદ્રોજા નામના ઉદ્યોગપતિ સાથે રવાપર રોડ પર આવેલી ગૌતમ સોસાયટીમાં રહેતા રમેશ તળશી દઢાણીયાએ કાજલ પરમાર નામની યુવતીની મિત્રતા કરાવી હતી.
2/7
મોરબીના સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 55 વર્ષના એક આધેડ ઉદ્યોગપતિને એક 24 વર્ષની યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતીએ બીમારીના બહાને ઉદ્યોગપતિને પોતાને ત્યાં બોલાવ્યા હતા અને તેમની સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા.
3/7
ઉદ્યોગપતિ યુવતી સાથે સેક્સ માણતા હતા ત્યારે યુવતીના સાથીએ તેનો ચોરી છૂપીથી વીડિયો ઉતારી લીધો હતો. રમેશ પણ આ રેકેટમાં સામેલ હતો તેથી બાદમાં રમેશે ફોન કરી આ વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.
4/7
જો તેમ ન કરવા ઇચ્છતા હોય તો રૂપિયા 1 કરોડની માગણી કરી હતી. આ બનાવ અંગે મનસુખભાઈએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ પરમાર અને રમેશ દઢાણીયા સામે ફરિયાદ નોધાવી હતી. પોલિસે કાજલ પરમાર અને રમેશ દઢાણીયાને ઝડપી લીધાં હતાં અને બન્નેની પૂછપરછ શરૂ કરી છે.
5/7
રાજકોટઃ હવસ માણસને અંધ બનાવી દે છે ને હવસને કારણે માણસ સારા ન સારાનો વિવેક ભૂલી જાય છે. પોતાની હરકતોનું પરિણામ શું આવશે તેની તેને પરવા નથી રહેતી ને પછી પસ્તાય છે. મોરબીના એક ઉદ્યોગપતિની આવી જ હાલત થઈ છે અને તેમણે છેવટે પોલીસના શરણે જવું પડ્યું છે.
6/7
મૂળ ધ્રોલની અને હાલ ઇન્દિરાનગરમાં રહેતી 24 વર્ષીય કાજલ હેમરાજ પરમાર અને મનસુખ આદ્રોજા વચ્ચે નિકટતા વધી હતી. દરમિયાનમાં એક સપ્તાહ પહેલાં કાજલે મનસુખભાઈને ફોન કરી પોતે બીમાર છે તેમ કહી ઘરે બોલાવ્યા હતા. પોતાના ઘરે તેણે આદ્રોજા સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો.
7/7
હવસમાં અંધ ઉદ્યોગપતિ પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે સેક્સ માણતા હતા ત્યારે યુવતીના સાથીએ આ તેનો વીડિયો ઉતારી લીધો હતો. પછી તેણે ફોન પર બ્લેક મેઈલીંગ કરી રૂપિયા 1 કરોડની માગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ઉદ્યોગપતિએ ફરિયાદ નોધાવી હતી.