આ અંગેની વિગતો એવી છે કે, સુમન રાઠોડ(ઉ.વ.21) ઉપલેટાના મજેઠીમાં રહેતી હતી. જેને ઉપલેટામાં રહેતા ભાવેશ રાઠોડ(ઉ.વ.32) સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. એકબીજા વગર રહી ન શકતા દોઢેક મહિના પહેલા ઘરેથી ભાગી ગયા હતા.
2/4
જૂનાગઢઃ ઉપેલાટાના યુવક-યુવતી પ્રેમમાં પડ્યા પછી એક મહિના પહેલાં ઘરેથી ભાગી ગયા હતા. ત્યારે ગઈ કાલે જૂનાગઢના ભવનાથમાં બંનેએ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું મોત થયું છે, જ્યારે યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
3/4
આ ઘટના અંગે પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, જૂનાગઢમાં ઝેરી દવા પીનાર ભાવેશનાં લગ્ન થયેલા છે. તેમજ તેને એક સંતાન પણ છે. યુવકનાં લગ્ન ખડીયા ગામે થયા હતા. જોકે, પત્ની રીસામણે છે. આ ઘટનાની જાણ થતાંપરિવાર જૂનાગઢ દોડી આવ્યો હતો.
4/4
દરમિયાન ગઈ કાલે ભવનાથના જંગલ વિસ્તારમાંથી યુવક-યુવતી ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમને 108 મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સુમનનું મોત થયું છે. જ્યારે યુવકની હાલત ગંભીર છે. યુવકે પોતાના હાથની નશ પણ કાપી નાંખી હોવાનું જાણવા મળ્યું છે.