શોધખોળ કરો
ધોળકામાં હાર્દિકનો હુંકારઃ ટીવીમાં જોયું તેની પર મગજ ના દોડાવતા, અત્યાચારીઓને પાડી દેવાના છે
1/7

અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે ધોળકાના ત્રાસદ ખાતે ‘ચોક પે ચર્ચા’માં વિકાસના મુદ્દે ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનો જન્મ થયો જ નથી. ભાજપના કોઇપણ નેતાને વિકાસના મુદ્દે મારી સાથે ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ છે. આવી હાલત છે ત્યારે ભાજપને આ વખતે પાડી દેવાનો છે. ભાજપને હાર દેખાતા બચવા માટે સંખ્યાબંધ ઉમેદવારોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે અને દરેક બેઠક પર પાંચ છ અપક્ષ ઊભા કરીને કરોડો રૂપિયા અપક્ષ ઉમેદવારોને આપવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાએ સમજદાર બનવું પડશે. ચાર પાંચ દિવસથી પાસમાં તોડફોડની વાત ચાલે છે પરંતુ તેમાં કોઇ ટિકિટની લડાઇ નથી અને માગી પણ નથી આ અનામતની લડાઇ છે.
2/7

હાર્દિકે એમ પણ કહ્યું કે, ‘છેલ્લા બે ત્રણ દિવસથી મીડિયા મને સાંભળવા આતુર હતું, પણ ધોળકામાં જ ઘણા લોકો મારી જાહેર સભા રોકવા માગતા હતા. સત્તામાં બેઠેલા લોકો મને રોકી શકે છે, પણ તેમણે સમજવું જરૂરી છે કે, બે મહિના સુધી (આચારસંહિતા) લોકો પાસે સત્તા છે.’ પાટીદારો પર કેસ પાછા ખેંચવાની સરકારની જાહેરાત વિશે હાર્દિકે કહ્યું કે, ‘સરકારે કોઈ કેસ પાછો ખેંચ્યો નથી, જે પાટીદારો માટે મોટી લપડાક છે.’
Published at : 22 Nov 2017 07:59 AM (IST)
View More























