શોધખોળ કરો
આવતીકાલથી ST બસમાં ઈ-વોલેટથી થશે પેમેન્ટ, ટિકિટ પર મળશે૧૦ ટકા ડિસ્કાઉન્ટ
1/5

આ યોજના અન્વયે બસમાં પ્રવાસ કરી રહેલ મુસાફર ટિકિટનાં નાણાંની ચુકવણી મોબી ક્વિકથી કરશે તો તેનું ડિસ્કાઉન્ટ તેના ઇ-વોલેટમાં ર૪ કલાકમાં જમા થશે, જોકે દરેક એસટી પ્રવાસીને તેના માટે મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. એસટીમાં મુસાફરી કરતા પ૦ ટકાથી વધુ મુસાફર ગ્રામ્ય વિસ્તારના હોય છે. તેમને મોબાઇલ એપ ડાઉનલોડ કરવાનું કંડકટર શીખવશે.
2/5

આ પહેલા વોલેટ દ્વારા પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની વાત પણ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી હતી. જેના માટે એસટી દ્વારા મોબી ક્વિક ઇ-વોલેટ સાથે ટાઇઅપ કરાયું છે, જેના કારણે મુસાફરોને ટિકિટના છૂટા રૂપિયા આપવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળશે. કેશલેસ ટિકિટ યોજના હેઠળ હાલમાં તંત્ર દ્વારા કંડકટરને તાલીમ અપાઇ રહી છે. રાજ્યના તમામ ડેપોના કંડકટરને એક બારકોડ અપાયો છે. વધારે ને વધારે કેશલેસ ટિકિટ વેચનાર રાજ્યના કુલ ત્રણ કંડકટરને તંત્ર ઇનામ આપશે.
Published at : 03 Feb 2017 01:55 PM (IST)
View More























