શોધખોળ કરો

Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે અનેક પેટ્રોલ પંપો પર 'પેટ્રોલ ખલાસ' ના બોર્ડ અને ચાલુ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોઈને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો વાયુવેગે પ્રસરી રહી છે, પરંતુ રાજ્ય સરકારે અને પેટ્રોલિયમ ડીલર એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક અફવા છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખરેખર તો, આ કામચલાઉ અછત પાછળ માર્ચ એન્ડિંગ અને સરકારી ઓઇલ કંપનીઓની પેમેન્ટ સિસ્ટમમાં થયેલો ફેરફાર જવાબદાર છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અફવાઓમાં ન દોરાય, અને અફવા ફેલાવનારા તેમજ સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની ચીમકી પણ આપી છે.

સરકાર એક્શનમાં: અફવા ફેલાવનાર અને સંગ્રહખોરોની હવે ખેર નથી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર ને માત્ર અફવા છે. સરકારની પાસે પૂરતો જથ્થો છે અને તમામ પેટ્રોલ પંપને સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીનું મોનિટરિંગ: ખુદ મુખ્યમંત્રી દર 2 દિવસે પેટ્રોલ, ડીઝલ અને ગેસના જથ્થા અંગેનો રિવ્યૂ કરી રહ્યા છે.

કડક આદેશ: રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને ખાસ સૂચના આપવામાં આવી છે કે જે પણ લોકો સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી વગરના ખોટા મેસેજ ફોરવર્ડ કરે અથવા ગભરાટ ફેલાવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સંગ્રહખોરી કરનારાઓ કે ખોટી રીતે પેટ્રોલ-ડીઝલનો વધુ પડતો આગ્રહ રાખનારા તત્વો સામે પણ પોલીસ પગલાં લેશે. ક્યાંક સપ્લાય ખોરવાયો હશે તો સરકાર તેની તાત્કાલિક તપાસ કરશે.

અછત પાછળનું સાચું કારણ શું છે?

આ મામલે 'ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન' ના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું છે કે દેશમાં હાલ 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ-ડીઝલનો રિઝર્વ જથ્થો પડેલો છે. અછતનું સાચું કારણ માર્ચ એન્ડિંગ છે.

હાલમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ પેમેન્ટ સિસ્ટમ બદલી નાખી છે. કંપનીઓ હવે ઉધાર (ક્રેડિટ) આપવાને બદલે જૂની ઉઘરાણી કરી રહી છે અને નવા જથ્થા માટે એડવાન્સ પેમેન્ટ માંગી રહી છે.

જ્યાં સુધી ડીલરના એડવાન્સ પૈસા કંપનીના ખાતામાં જમા ન થાય, ત્યાં સુધી નવો પુરવઠો મોકલવામાં આવતો નથી.

અત્યાર સુધી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ડીલરોને સૌથી વધુ ક્રેડિટ આપતી હતી, પણ હવે તેમણે ક્રેડિટ સદંતર બંધ કરી દીધી છે, જેથી તેમના પંપો પર સૌથી વધુ તંગી દેખાઈ રહી છે.

ખાનગી કંપનીઓની વાત કરીએ તો, નાયરામાં પહેલેથી જ એડવાન્સ પેમેન્ટ લેવાય છે, પણ હાલ વાડીનાર રિફાઇનરીમાંથી સપ્લાય ઓછો આવી રહ્યો છે. જ્યારે શેલના પેટ્રોલ પંપ પર બજાર કરતા ભાવ વધુ હોવાથી ત્યાં ભીડ ઓછી છે.

આગામી 10 દિવસમાં સ્થિતિ થશે એકદમ સામાન્ય

આંતરરાષ્ટ્રીય સ્તરેથી ભારતમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ જ છે.

ગત અઠવાડિયે જ ખાડી દેશોમાંથી 2 ક્રૂડ ઓઇલના સુપર ટેન્કર ભારત આવી પહોંચ્યા છે.

રશિયાથી આવતું ક્રૂડ ઓઈલ વાયા ચીની સમુદ્ર થઈને આવી રહ્યું છે.

આ ઉપરાંત, ઈરાને પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી ભારતીય ટેન્કરોને પસાર થવાની છૂટ આપી દીધી હોવાના અહેવાલો છે.

તાજેતરમાં જ રાજકોટ ખાતે ડીલર એસોસિએશન અને કંપનીના અધિકારીઓ વચ્ચે મીટિંગ થઈ હતી, જેમાં કંપનીઓએ ઝડપથી પુરવઠો પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. આગામી 7 થી 10 દિવસમાં જ આખી પેમેન્ટ સાયકલ અને સ્થિતિ સામાન્ય થઈ જવાની પૂરી સંભાવના છે.

ગાંધીનગર વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget