આ કાયદા અંતર્ગત બાળકના ઉત્પતિ વગરનો સેક્સ ગેરકાનુની ગણવામાં આવે છે. એટલે કાયદો માત્ર સમૈલિંગકતાને જ અસર કરે છે તેવું નથી, પરંતુ સમગ્ર ભારતને અસર કરે છે. જોકે, અમે લોકો કાયદામાં સુધારો આવે તે માટે હંમેશા લડતા રહ્યા છે. હજુપણ ભારતીય સંવિધાનમાં એવા કેટલાંય કાયદાઓ છે જેનો કોઈ અર્થ નથી. આપણને આઝાદી તો મળી છે, પરંતુ અંગ્રેજોએ બનાવેલા કાયદાથી આઝાદી મળવી જોઈએ તે પણ જરૂરી છે.
2/5
ઘણા સમય બાદ જાસુસે જે રિપોર્ટ આપ્યો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે, બગાવત પાછળ બે સમુદાય જવાબદાર છે. જેમાં એક છે કિન્નર અને બીજો છે ફિમેલ સેક્સ વર્કર. બંને સમુદાય કંઈક કરવા આગળ વધે, એકજુટ થાય તે પહેલાં જ તેમના પર રોક લગાવવા, તેમને તોડી નાંખવા માટે લોર્ડ મિકોલે 377 કાયદાની રચના કરી હતી.
3/5
આણંદ: ચરોતરની સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ્ન MSW વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, તેમની પાસેથી ઘણાં ધાર્મિક ગુરુઓએ સેક્સની માંગણી કરી છે.
4/5
કલમ 377માં સુધારો જરૂરી જ હતો અને તે થયો છે તેને અમે આવકારીએ છીએ. વધુમાં સમાજ પણ અમને સહજતાથી આવકારે અને સેક્સને આનંદની રીતે લેવાય તેવી અમારી માંગ છે. આ પ્રસંગે ટ્રાન્સજેન્ડરનું પ્રથમ ઓપરેશન કરાવનારી વડોદરાની આકૃતિ પટેલ, કિન્નર ખુશીબેન તેમજ છોકરીમાંથી છોકરો બનેલા સુભાષભાઈ હાજર રહ્યા હતા.
5/5
નોંધનીય છે કે, આઈપીસી કલમ 377માં કરાયેલા સુધારા અંતર્ગત આ વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું. ઉક્ત કાયદો અંગ્રેજોના સમયથી છે. વર્ષ 1857માં અંગ્રેજો સામે પ્રથમ વખત બગાવત થઈ હતી. જેને પગલે અંગ્રેજ શાસકોએ જાસુસ રાખીને બગાવત કોણે કરી છે તે શોધવાનું કામ સોંપ્યું હતું.