આ અંગે પોલીસ સાથે વાત કરતાં તેમણે કલ્પનાએ કર્મવીર ટાવરના નવમાં માળથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને હજુ સુધી યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
2/4
આ અંગેની મળતી વિગતો પ્રમાણે નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કલ્પના રોહિત નામની યુવતીએ આજે નડિયાદના કર્મવીર ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતાં યુવતી નર્સિંગની વિદ્યાર્થિની હોવાનું જાણવા મળ્યું હતું.
3/4
નડિયાદઃ નર્સિંગના ત્રીજા વર્ષમાં ભણતી એક યુવતીએ નડિયાદની એક બિલ્ડિંગના નવમાં માળેથી કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસેને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.