10 થી 17 ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે 5થી 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે. દિવાળીના વેકેશનમાં 7 દિવસનો કાપ મુકવામાં આવ્યો છે. 5 નવેમ્બર થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
2/4
અગાઉ નવરાત્રિનું વેકેશન 15 તારીખથી 21 તારીખ સુધી આપવામાં આવ્યું હતું. જો કે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ તારીખમાં ફેરફાર કરી 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. 18 ઓક્ટોબરે દશેરાની રજા રહેશે.
3/4
ગાંધીનગરઃ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. વિભાવરીબેન દવેએ નવરાત્રિ વેકેશનની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં વિવાદ ઊભો થયો હતો જેના કારણે રાજકોટની 400 જેટલી સ્કુલોના સંચાલકો દ્વારા નવરાત્રિ વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે નવરાત્રિ વેકેશનની નવી તારીખની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિનું વેકેશન રહેશે.
4/4
શાળા કોલેજોમાં નવરાત્રી દરમિયાં પાંખી હાજરી ના અહેવાલ હતા માટે વેકેશન અપાવામાં આવ્યું છે. 19 તારીખથી 9ના ધોરણની પરીક્ષા શરૂ થશે. નવરાત્રી વેકેશન નિર્ણયને લોકો એ આવકાર્યો.