શોધખોળ કરો
વર્ગ-4ના કર્મચારીઓને સરકાર આપશે દિવાળી બોનસ
1/4

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના 32 હજારથી વધારે વર્ગ-41ના કર્મચારીઓને 3500 રૂપિયા સુધીનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત પંચાયતના અને અનુદાન મેળવતી સંસ્થાઓના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે.
2/4

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજયના વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ રૂપિયાનું દિવાળી બોનસ જાહેર કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજય સરકારે દિવાળીના તહેવારો સમયે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની પરંપરાને જાળવી છે. જેના કારણે વર્ગ-૪ના ૩પ,૮૦ર કર્મચારીઓ દિવાળીના તહેવારો વધુ આનંદ ખુશીથી મનાવી શકશે.
Published at : 03 Nov 2018 07:27 AM (IST)
Tags :
Gujarat GovernmentView More





















