આ ઉપરાંત જે કેદીઓની સજા 75 ટકા જેટલી પૂરી થઇ ગઇ હોય. મહિલા કેદીની ઉંમર 60 વર્ષ અને પુરૂષ કેદીની ઉંમર 65 વર્ષથી વધુ હોય તેમજ જે કેદીઓ ગંભીર બિમારીથી પિડાતા હોય તેવા કેદીઓને સ્વાતંત્ર્ય પર્વ પર મુક્ત કરવામાં આવશે.
3/4
જાડેજાએ ક્યા કેદીઓને મુક્ત કરાશે તેની પણ સ્પષ્ટતા કરી છે. પોતાની સજા કાપવા દરમિયાન જે કેદીઓ અંગે કોઇ ફરિયાદ ન મળી હોય અને જેની ચાલચલગત સારી હોય તેમજ ફર્લો જમ્પ ન કરી હોય તેવા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
4/4
ગાંધીનગરઃ રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સોમવારે મહત્વની જાહેરાત કરી હતી કે, આગામી સ્વાતંત્ર્ય દિન એટલે કે 15 ઓગષ્ટના રોજ રાજ્યની વિવિધ જેલમાં રહેલા 300 જેટલા કેદીઓની સજા માફ કરીને તેમને મુક્ત કરવામાં આવશે.