શોધખોળ કરો
જીગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી, જાણો કોણે આપી ધમકી

1/6

જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે કેટલાક દિવસોથી મારો ફોન નંબર મારા મિત્ર કૌશિક પરમાર પાસે હતો. કૌશિકે મને જણાવ્યું કે કોઈ રણવીર મિશ્રાનો ફોન આવ્યો હતો અને એવું કહ્યું હતું કે ‘તુમ જિજ્ઞેશ મેવાણી હો તો તુમ્હે ગોલી માર દુંગા’.
2/6

3/6

પાલનપુર: દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવની ધમકી મળી છે, રણવીર મિશ્રા નામના વ્યક્તિએ ફોન કરી ધમકી આપી હોવાનું જિજ્ઞેશ મેવાણીએ પોતે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે.
4/6

5/6

રણવીર મિશ્રા નામના શખશે ભારતીય નંબર પરથી મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને જિજ્ઞેશ મેવાણીના પીએ સહિત તેમના સમર્થકો વડગામ પોલીસ મથકે દોડી આવ્યા હતા. હાલ વડગામ પોલીસ મથકે રાજવીર મિશ્રા અને રવિ પૂજારીના નામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
6/6

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હાલમાં રાજસ્થાનના પ્રવાસે છે ત્યારે તેમના રેગ્યુલર નંબર કે આ નંબર જે તેમના પીએ હેન્ડલ કરે છે અને આજે બપોરે જિજ્ઞેશ મેવાણીના મોબાઇલ નંબર પર પ્રથમ ફોન ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો અને રવિ પૂજારીના નામે ધમકી આપી હતી.
Published at : 06 Jun 2018 08:43 PM (IST)
Tags :
Jignesh MevaniView More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement