શોધખોળ કરો
ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકોનો પડી શકે ફટકો? જાણો વિગત
1/5

અમદાવાદ: પાંચ રાજ્યોમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે જીત હાંસિલ કરી છે જ્યારે મધ્ય પ્રદેશમાં સરકાર રચવાનો દાવો કર્યો છે. જોકે આ ત્રણેય રાજ્યો સહિત ગુજરાતમાં પણ ભાજપ માટે લોકસભાની ચૂંટણી જીત મેળવવી ભારે પડી શકે છે. લોકસભાની 2014ની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતની કુલ 91 બેઠકોમાંથી ભાજપે 87 બેઠકો પર જીત મેળવી હતી.
2/5

2019ની લોકસભા ચૂંટણીમાં પણ જો 59 ટકાનો ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ જ રહેશે તો રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 87 બેઠકોમાંથી 52 બેઠકો પર જીત મેળવી શકે છે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી 15 બેઠકો પર જીત મેળવી શકે છે. આ મુજબ જ લોકસભાની સીટો પર ભાજપ જીત મેળવે તો તેના માટે મોટો ફટકો કહેવાય. જોકે આ માત્ર અનુમાન છે અને ચૂંટણી જે તે વખતના સંજોગો પર લડતી હોય છે. તે જોતાં ભાજપ ફરી આવો દેખાવ કરે તેવું પણ બને.
Published at : 12 Dec 2018 10:28 AM (IST)
View More





















