શોધખોળ કરો
જસદણના ગોડાઉનમાં ભૂકંપ બાદ વિસ્ફોટ થતા ચકીદારનું મોત
1/4

જસદણ: ગઇ કાલે સૌરાષ્ટ્રમાં ભેદી ધડાકા સંભળાતા લોકોમાં ભયનો મહોલ ફેલાયો હતો. ત્યારે જસદણના ખાંડા હડમતિયા ગામ પાસે આવેલા ટોટા(ડિટોનેટર)ના ગોડાઉનમાં વિસ્ફોટ થતા 30 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો. તેમજ ધરા ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
2/4

ભૂકંપના આંચકાથી ગોડાઉનમાં ટોટા એકબીજા સાથે સ્પાર્ક થતા વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ગોડાઉનના ચોકીદારનું મોત થયું હતું. તેમજ પ્રચંડ વિસ્ફોટને કારણે ગોડાઉનની અંદરથી અડધા કિલોમીટર સુધી પથ્થરો બહાર ઉડ્યા હતા. વિસ્ફોટમાં 70 વર્ષિય ચોકીદારને ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
Published at : 13 Oct 2016 12:43 PM (IST)
Tags :
BlastView More





















