કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. તેઓ ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા તે દરમિયાન હત્યા થઈ હતી. હત્યા બાદ ટ્રેનને માળિયા ખાતે અટકાવવામાં આવી હતી. હાલ તેમના મૃતદેહને માળિયા ખાતે રાખવામાં આવ્યો છે. હત્યાના સમાચાર બાદ તેમના પરિવારના લોકો પણ માળિયા પહોંચી ગયા હતા. અહીં જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા.
2/3
મારા પતિની સોપારી આપીને હત્યા કરાવીને તે અમેરિકા ભાગી ગયો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિદાંસ ફરતા હતા.
3/3
જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, રા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે.