જૂનાગઢના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર અને પોરબંદરના પ્રભારી એવા જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના પત્ની ભાવનાબેનને ગંભીર ઈજા થતાં સારવાર આપવામાં આવી રહી છે.
10/13
11/13
12/13
આ અંગેની વિગતો એવી છે કે, ભેસાણ રોડ પર બામણગઢ પાસે પૂર્વ મેયરની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જ્યારે ટ્રક પણ પલ્ટી મારી ગઈ છે. આ અકસ્માત પછી 108 દ્વારા તમામને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જીતુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.
13/13
જૂનાગઢ: જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરા અને તેના પત્નીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં જીતુભાઈનું મોત થયું છે. જ્યારે પત્ની ભાવનાબેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમને વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની સાથે અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી છે.