ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ ગુજરાત સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. બાવળીયાને રાજ્યપાલે રાજ ભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. તેમને હાલ સ્વર્ણિમ સંકુલ 2માં ઓફિસ ફાળવવામાં આવી છે. જ્યાં પહેલા શંકર ચૌધરીની ઓફિસ હતી. જોકે, હજુ સુધી જાણવા મળ્યું નથી કે કયું ખાતુ કુંવરજી બાવળીયાના ફાળે આવશે.
2/10
આમ ભાજપમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં જ બાવળીયાને મંત્રી પદ મળી ગયું છે. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટ મંત્રીઓની ઓફિસ આવેલી છે. પરંતુ બાવળીયાને સ્વર્ણિમ 2માં પૂર્વ મંત્રી શંકર ચૌધરીની કેબિન આપવામાં આવી છે.
3/10
કુંવરજી બાવળીયાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ્યા બાદ એવું પણ કહેવાઇ રહ્યું છે કે, ભાજપે લોકસભા પહેલા કુંવરજી બાવળીયાને પક્ષમાં લઇને ભાજપે નારાજ કોળી સમાજને પક્ષમાં લાવવાની કોશિશ કરી છે.
4/10
5/10
કુંવરજી બાવળીયા રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પરથી 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કુંવરજી બાવળીયા રાજકોટ બેઠક પરથી સંસદ સભ્ય પણ રહી ચુક્યા છે. કુંવરજી બાવળીયા કોળી સમાજમાંથી આવે છે. કોળી સમાજ પર કુંવરજી બાવળીયા સારું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા ધણા સમયથી તેઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા.
6/10
7/10
8/10
9/10
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળીયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ ધરી દીધું છે.