શોધખોળ કરો
'ગુજરાતમાં ઘરમાં બેસીને દારૂ પી શકાય કે નહીં ? ', હાઈકોર્ટમાં કોણે કરી આ અરજી ?

1/4

ગયા વર્ષે રાજય સરકારે દારૂબંધી કાયદાને વધુ કડક બનાવીને દારૂના ઉત્પાદક, ગ્રાહક, વેચનાર અને હેરફેર કરનારને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઇ કરી હતી. ફેબ્રુઆરી-ર૦૧૭માં દારૂબંધી કાયદામાં આ સુધારો ધારાસભામાં પસાર થયો હતો. દારૂબંધી કાયદા અનુસાર કોઇપણ વ્યકિત ઘરમાં અથવા પ્રાઇવેટ જગ્યાએ દારૂ રાખતો પકડાય તો પણ તેના પર કાયદેસરની કાર્યવાઇ થઇ શકે છે. પોતાના ઘર, ફાર્મહાઉસ અથવા બીજી ખાનગી મિલકતોમાં પાર્ટી દરમિયાન પોલીસે ઘણા બધા કેસ દારૂબંધી હેઠળ કર્યા છે.
2/4

અમદાવાદઃ રાજ્યમાં લાગુ દારૂબંધીના કાયદા સામે ગાંધીનગરના ત્રણ વ્યક્તિઓએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના સુપ્રીમ કોર્ટના 'રાઇટ ટુ પ્રાઇવેસી' ના ચુકાદા અનુસાર ઘરની ચાર દિવાલો વચ્ચે દારૂ પીવાનો અમને હક્ક છે.
3/4

અરજી કર્તામાં રાજીવ પિયુષ પટેલ, મિલિંદ દામોદર અને નિહારિકા અભય જોષીનો સમાવેશ થાય છે. આ બધાના વતી વકીલ સ્વાતિ સોપારકર દ્ધારા ફાઇલ કરવામાં આવેલી અરજી કરવામાં આવી છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણ દારૂબંધી કાયદાને નથી પડકાર્યો પણ અમે ઘરમાં કે ખાનગી જગ્યાએ દારૂ પીવા પર પ્રતિબંધ વાળા ભાગને જ પડકાર્યો છે. અમે દારૂબંધી નીતિ અથવા દારૂનું ઉત્પાદન કરવા પર પ્રતિબંધને પણ નથી પડકાર્યો.
4/4

અરજીકર્તાઓએ અરજીમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અમને પ્રાઇવસીનો અધિકાર આપ્યો છે ત્યારે તેઓ કોઇ પણ મકાનની ચાર દિવાલો વચ્ચે દારૂ પી શકે છે. આજે ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટીસ વીએમ પંચોલીની બેન્ચ સમક્ષ આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
Published at : 25 Oct 2018 10:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
