શોધખોળ કરો
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ: સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર!
Gujarat weather: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી પાંચ દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં રહેતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, પરંતુ હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી હતી કે માર્ચ 2025માં રાજ્યમાં ગરમી સામાન્ય કરતાં વધુ રહેશે અને હીટવેવના દિવસો પણ વધી શકે છે.
1/5

હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. ખાસ કરીને, આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિશય ગરમી પડવાની સંભાવના છે, જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ 10 થી 12 માર્ચ દરમિયાન હીટવેવની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
2/5

ગરમી વધવાનું કારણ જણાવતા હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગરમ પવનો આવી રહ્યા છે. આ ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થયો છે અને હીટવેવની શક્યતાઓ વધી ગઈ છે.
Published at : 08 Mar 2025 03:31 PM (IST)
આગળ જુઓ




















