કિરણબેનના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કિરણ પાસે રહેલું 17-18 તોલા સોનું પચાવી લેવા અને મિલકત પોતાના નામે કરવા માટે પંકજ વેગડા અને તેમના પરિવારજનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પંકજની નજર હવે તેની મિલકત પર હતી.
2/4
ત્યારે એક દિવસ પહેલા જ ફરી ઝઘડો થતા પંકજ ઉશ્કેરાયો હતો અને કિરણબેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને પંકજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
3/4
આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં કિરણબેન જોશી એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી મિલકત અંગે ઝઘડો ચાલી રહ્યો હતો.
4/4
જૂનાગઢમાં એએસઆઈ પત્ની કિરણબેન જોશીની પતિ પંકજ વેગડાએ ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. પતિએ તીક્ષ્ણ હથિયારથી ઘરમાં જ પત્નીની હત્યા કરી દીધી હતી. પોલીસને એએસઆઈના ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં કિરણબેનનો મૃતદેહ મળ્યો હતો. પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ હાલ તપાસ કરી રહ છે.