શોધખોળ કરો
સ્વામીનારાયણ સાધુએ હરિભક્તની પુત્રી સાથે બાંધ્યા સંબંધ, પછી તેને ભગાડી ગયા ને હવે શું કર્યું? જાણો વિગત

1/7

આ બેઠકમાં પંચાળા મંદિર ટ્રસ્ટમાંથી હાલના ત્યાગી સાધુઓને હટાવવા માંગણી કરાઇ છે. અન્ય હરિભક્તોએ ત્યાગી સંતોને ટ્રસ્ટમાંથી હટાવવા ચેરીટી કમિશ્નરને રજૂઆતો કરાશે એવો એજન્ડા પણ મિટિંગમાં તૈયાર કર્યો હતો. આ મામલો અત્યારે તો ઉગ્ર બન્યો છે ત્યારે સંપ્રદાય શું કરે છે તેના પર સૌની નજર છે.
2/7

લક્ષ્મીનારાયણ યુવક મંડળનાં ઘનશ્યામભાઇ પટોળિયાએ કહ્યું કે, પંચાળાનાં સંત દ્વારા હરિભક્તની દિકરીને ભગાડી લગ્ન કરી લીધા આથી સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. આથી દરેક ગામ અને શહેરોમાંથી હરિભક્તોએ અમને ટેકો જાહેર કર્યો છે. આથી હવે દરેક જગ્યાએથી ચેરિટી કમિશ્નરમાં રજૂઆતો થશે.
3/7

કેશવજીવન સ્વામી જે યુવતીને ભગાડી ગયા હતા તે કર્યા છે તે યુવતીએ પોતે કેશવજીવન સાથે લગ્ન કર્યા છે એ પ્રકારનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ટપાલથી મોકલ્યું છે. તેના કારણે કેશવજીવનદાસએ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા છે.
4/7

આ ઘટનાના પગલે કેશોદ સ્વામીનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઇ પટોળિયા, ઉપપ્રમુખ નિમેષભાઇ કાનાબાર, ખજાનચી વિનુભાઇ ગોટેચા, સભ્ય વિપુલભાઇ માઢક, સુરેશભાઇ કાલરિયા દ્વારા આજે કેશોદ ખાતે મિટિંગ બોલાવાઇ હતી.
5/7

હરિભકત જયેન્દ્રભાઇ ગોટેચાના કહેવા પ્રમાણે શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી દેવ થયા બાદ મંદિરનો વહિવટ ખોરંભે ચઢ્યો છે, સંપ્રદાય બદનામ થઇ રહ્યો છે. સરધાર મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીએ સરધાર મંદિરનો વહિવટ રાધારમણ દેવ કમિટીને સોંપાયો એમ આ મંદિરનો વહિવટ રાધારમણદેવ કમિટીને સોંપાય એવી મારી માંગ છે.
6/7

સ્વામીએ લગ્ન કરી લીધાં હોવાની વાતને સ્વામીનારાયણ મંદિર તરફથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી નથી. કેશવજીવનસ્વામી સાથે ભાગેલી યુવતીને કેશવજીવન સાથે લગ્ન કર્યા તેઅંગેનું 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું ઉપરાંત બંનેના કેટલાક ફોટા પણ ટપાલથી મોકલ્યા છે.
7/7

કેશોદ: કેશોદના પંચાળા ગામે સ્વામીનારાયણ મંદિરનાં સંત કેશવજીવનદાસને એક હરિભક્તની પુત્રી સાથે સંબધ બંધાયા હતા અને પછી કેશવજીવનદાસ તેને ભગાડી ગયા હતા. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે ને કેશવજીવનદાસે જેને ભગાડી ગયા એ જ યુવતી સાથે લગ્ન કરીને સંસારી થઈ ગયાના સમાચાર છે.
Published at : 06 May 2018 12:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
