Aashram 3 Part 2 Trailer: ફરી ધૂમ મચાવશે ‘બાબા નિરાલા’, આશ્રમ સીઝન-3 પાર્ટ-2નું ટ્રેલર રીલિઝ
Aashram 3 Part 2 Trailer Release: Ek Badnaam Aashramની ત્રીજી સીઝન વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓ આ સીઝનના બીજા પાર્ટ સાથે સંપૂર્ણપણે તૈયાર છે

Aashram 3 Part 2 Trailer Release: નિરાલા બાબા ઉર્ફે બોબી દેઓલની પ્રખ્યાત વેબ સીરિઝ 'એક બદનામ આશ્રમ'ની નવી સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ શો આ મહિને MX પ્લેયર પર રિલીઝ થશે. આ પહેલા નિર્માતાઓએ એક જબરદસ્ત ટ્રેલર રિલીઝ કર્યું છે. 'એક બદનામ આશ્રમ સીઝન 3 પાર્ટ 2' માં પહેલવાન પમ્મી ઉર્ફ અદિતિ પોહનકરની બદલાની વાર્તા દર્શાવવામાં આવશે. શું તે કાશીપુરવાલે બાબા અને ભોપા ઉર્ફે ચંદન રોય સાન્યાલનો પર્દાફાશ કરી શકશે?
View this post on Instagram
Ek Badnaam Aashramની ત્રીજી સીઝન વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓ આ સીઝનના બીજા પાર્ટ સાથે સંપૂર્ણપણે તૈયાર છે. આ ટ્રેલર 19 ફેબ્રુઆરી 2025, બુધવારના રોજ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
'એક બદનામ આશ્રમ સીઝન 3 ભાગ 2' નું ટ્રેલર
ટ્રેલર રસપ્રદ છે. બતાવવામાં આવ્યું છે કે પમ્મી એટલે કે અદિતિ ફરી એકવાર આશ્રમમાં આવે છે અને આશ્રમ અને બાબા નિરાલાનો પર્દાફાશ કરે છે. પરંતુ આ વખતે તે એક અલગ યુક્તિ વાપરે છે. તે બાબા નિરાલા અને તેમના નજીકના મિત્ર ભોપા સ્વામી (ચંદન રોય સાન્યાલ) વચ્ચે અણબનાવ પેદા કરે છે.
ક્યારે અને ક્યાં જોઈ શકો છો નવો પાર્ટ?
હવે ચાહકો જાણવા માટે ઉત્સાહિત છે કે શ્રેણીની ત્રીજી સીઝનનો બીજો ભાગ ક્યાં અને ક્યારે આવશે. નોંધનીય છે કે ત્રીજી સીઝનનો બીજો ભાગ અમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ કરવામાં આવશે. શોના જૂના સીઝન અમેઝોન એમએક્સ પ્લેયર પર પણ સ્ટ્રીમ થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર આ શો ફેબ્રુઆરી 2025 માં જ સ્ટ્રીમ થશે. જોકે, શોની રિલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.
શોના ટીઝરમાં બતાવવામાં આવ્યું હતું કે બાબા નિરાલા ફરી પાવરમાં આવી ગયા છે. શોમાં બતાવવામાં આવશે કે પમ્મી બાબા નિરાલા પાસેથી બદલો લેશે. આ શ્રેણીમાં બોબી દેઓલ ઉપરાંત ત્રિધા ચૌધરી, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયંકા, રાજીવ સિદ્ધાર્થ, ઇશા ગુપ્તા જેવા સ્ટાર્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. પ્રકાશ ઝા તેના ડિરેક્ટર છે.
આ વેબ સીરિઝમાં બોબી દેઓલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. બોબી દેઓલની અભિનય અને નકારાત્મક ભૂમિકા ચાહકોને ખૂબ ગમી હતી. બોબી દેઓલ છેલ્લે ડાકુ મહારાજમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે કરોડોની કમાણી કરી અને હિટ રહી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
