શોધખોળ કરો
ગુજરાતમાં નવરાત્રિ વેકેશન અંગે સરકારે શું આપ્યો મહત્વનો આદેશ ? ક્યા શહેરમાં સંચાલકો વેકેશન નહીં આપવા મક્કમ ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100021/navratri2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![બોર્ડ કે શિક્ષણતંત્ર તરફથી અન્ય કોઇ સૂચના ન આવે ત્યાં સુધી નવરાત્રિ વેકેશન ફરજિયાત રહેશે. સુરતની શાળાઓ દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે અંગેની કોઇ સૂચના આવી નથી. એટલે હાલમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100113/navratri5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોર્ડ કે શિક્ષણતંત્ર તરફથી અન્ય કોઇ સૂચના ન આવે ત્યાં સુધી નવરાત્રિ વેકેશન ફરજિયાત રહેશે. સુરતની શાળાઓ દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે અંગેની કોઇ સૂચના આવી નથી. એટલે હાલમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત છે.
2/5
![સુરતની ખાનગી શાળાઓએ એકજૂટ થવાની સાથે જ નવરાત્રિ વેકેશન ન આપવાની દિશામાં ઝુંબેશ શરૃ કરી છે. જેમાં વાલીઓને નવરાત્રિ વેકેશન ન આપવાની સાથે જ 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની વાતો કરાઇ રહી છે. વાલીઓ પાસે તે અંગે સંમતિપત્રક લખાવી દેવાની સાથે જ મોબાઇલ પર તે અંગેના મેસેજ કરવામાં આવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100107/navratri6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતની ખાનગી શાળાઓએ એકજૂટ થવાની સાથે જ નવરાત્રિ વેકેશન ન આપવાની દિશામાં ઝુંબેશ શરૃ કરી છે. જેમાં વાલીઓને નવરાત્રિ વેકેશન ન આપવાની સાથે જ 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની વાતો કરાઇ રહી છે. વાલીઓ પાસે તે અંગે સંમતિપત્રક લખાવી દેવાની સાથે જ મોબાઇલ પર તે અંગેના મેસેજ કરવામાં આવી રહ્યા છે.
3/5
![આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને આપણા તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100103/navratri4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને આપણા તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.
4/5
![પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે. પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ 10થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. 5થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં 19મીથી બીજુ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100058/navratri3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે. પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ 10થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. 5થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં 19મીથી બીજુ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.
5/5
![ગાંધીનગરઃ શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં જ નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિ વેકેશનને મુદ્દે શાળા પ્રશાસન અને શિક્ષણતંત્ર વચ્ચેના આ ઘર્ષણમાં વાલીઓનો મરો થઇ રહ્યો છે. એવામાં હવે વધુ એક વાર ટકોર કરવાની સાથે જ શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના અપાઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100053/navratri.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરઃ શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં જ નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિ વેકેશનને મુદ્દે શાળા પ્રશાસન અને શિક્ષણતંત્ર વચ્ચેના આ ઘર્ષણમાં વાલીઓનો મરો થઇ રહ્યો છે. એવામાં હવે વધુ એક વાર ટકોર કરવાની સાથે જ શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના અપાઈ છે.
Published at : 27 Sep 2018 10:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)