ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે આગામી માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ કલાસના ૬૬થી વધુ વિદ્યાર્થીઓનાં ફોર્મ પરીક્ષા માટે ભરવાનાં થશે તો શાળાએ શિક્ષણ વિભાગની મંજૂરી લેવી પડશે. કારણ કે વર્ગદીઠ વિભાગે ૬૬ વિદ્યાર્થીઓની મંજૂરી આપેલી છે. ૬૬ વિદ્યાર્થીનાં વર્ગદીઠ ફોર્મ ભરાવાની સાથે જ લાઈન ઓટોલોક થઈ જશે.
2/5
વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ગત વર્ષે કરવામાં આવેલી રજૂઆને ધ્યાનમાં રાખને ચાલુ વર્ષે ભૂલોને તાત્કાલિક સુધારી દેવા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ કે વાલીને મોબાઈલ પર ફોર્મ મોકલી દેવામાં આવશે. કોઈ વિદ્યાર્થીનો મોબાઈલ નંબર લખવાનો રહી ગયો હશે કે તે સાદો ફોન વાપરતો હશે તેવા સંજોગોમાં શાળાને વિદ્યાર્થીનું ફોર્મ મોકલી આપવામાં આવશે, જેમાં શાળાની જવાબદારી રહેશે કે તે વિદ્યાર્થી પાસે તેને રિ-ચેક કરાવી લે.
3/5
હજુ ફોર્મ ભરાવવાની શરૂઆત જ થઈ છે ત્યારે કેટલાક શાળા સંચાલકોએ શિક્ષણ બોર્ડની કચેરી તરફ દોટ લગાવી છે, જેથી ૬૬થી વધુ વિદ્યાર્થીનો દંડ ભરી મંજૂરી મેળવી શકાય. સંચાલકોના વાંકે પહેલાં ૬૬ વિદ્યાર્થી ફોર્મ ભરી દે પછી જેન્યુઈન વિદ્યાર્થીઓ રહી જવાના કિસ્સા બની શકે છે. અમદાવાદની ૧૦૦થી વધુ શાળાઓને ગત વર્ષે ૬૬થી વધુ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવા બદલ દંડ કરાયો હતો.
4/5
રાજ્યની કેટલીક શાળાઓ નિયમોનું ઉલ્લંઘન કરીને મરજી મુજબ વિદ્યાર્થીઓને એડમિશન આપે છે, જેમાં ૬૬ કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર સંચાલકો સામે બોર્ડ લાલ આંખ કરે છે. ગત વર્ષે રાજ્યની ૮૦૦ શાળા પાસેથી આવો દંડ વસૂલાયો હતો. શાળામાં ૬૦ વિદ્યાર્થીને પ્રવેશ વર્ગદીઠ આપવાની સત્તા બોર્ડે આપેલી છે. ઉપરાંત ૬ જગ્યા ડીઈઓને ભરવાની સત્તા હોય છે, જેથી ૬૬ વિદ્યાર્થી થાય.
5/5
અમદાવાદ: ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા જો પરીક્ષાફોર્મ ભરવામાં કોઈ ભૂલ રહી ગહી હશે તો હવે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ગુજરાત બોર્ડે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનાં ભરેલાં ફોર્મની વિદ્યાર્થી પોતે ચકાસણી કરી શકે તે માટે પ્રથમ વખત વિદ્યાર્થીનાં પરીક્ષાફોર્મમાં ભરેલી વિગતોનો વિદ્યાર્થીને અથવા વાલીને મોબાઈલ ઉપર વોટ્સએપથી મોકલી આપશે. જો વાલી કે વિદ્યાર્થીને તેમાં ભૂલ જણાય તો તેમણે શાળાને જાણ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઘણી વખત વિદ્યાર્થીના નામમાં સ્પેલિંગ, વિષય, અટક વગેરેમાં ભૂલ થાય છે. વિદ્યાર્થી રિસિપ્ટ મેળવે ત્યારે ભૂલ અંગેની જાણ થતાં બોર્ડની કચેરીએ ભૂલ સુધારવા ધક્કા ખાવા પડે છે, જેનાથી વિદ્યાર્થીનો સમય બગડે છે.