શોધખોળ કરો
નર્મદા નદી પરના સરદાર સરોવર બંધમાં ખરેખર કેટલું પાણી બચ્યું છે? જાણીને લાગી જશે આઘાત
1/6

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં, ચોમાસાનો અંત આવ્યો ત્યારે ડેમમાં 130.74 મીટર પાણી હતું, ડેમમાં પાણીની આવક પણ સારી એવી હતી. ડિસેમ્બર સુધી ડેમની સપાટી 124 મીટર હતી અને ધીરેધીરે આવક ઘટવા માડી હતી. તેમ છતાં સરકારે ચૂંટણીનો સમય હોઈ માત્ર બે મહીનામાં 12 મીટર પાણી વહેવડાવી દીધું. હવે ડેમમાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી માત્ર 2 મીટર છે.
2/6

આ મામલે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીએ ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવાનું કહ્યું હતું. તેમનું કહેવું હતું કે નર્મદામાં પાણી ઓછું છે અને અમારે લોકોને પીવાનું પાણી આપવાનું છે આથી ખેડૂતો ઉનાળુ પાકની વાવણી ન કરે. એટલું જ નહીં ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંહે કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગોને પણ પાણી નહીં આપી શકે. સ્થાનિક સંસ્થાઓને પણ પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવાનું કહેવામાં આવ્યું છે.
Published at : 06 Feb 2018 10:10 AM (IST)
View More























