શોધખોળ કરો
સુરતના કયા કાર્યક્રમમાં PM મોદી આપશે હાજરી, ક્યારે નરેન્દ્ર મોદી કરશે ફ્લેગ ઓફ, જાણો વિગત
1/6

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાતના ભાગરૂપે 25 ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સુરત ખાતે યોજાનારી મેરેથોન દોડનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ સાંજે 6.45 કલાકે સુરત પહોંચશે અને ‘રન ફોર ન્યુ ઈન્ડિયા નાઈટ મેરેથોન’નો પ્રસ્થાન કરાવશે.
2/6

નાઈટ મેરેથાનમાંગુજરાતમાં પ્રથમ વખત જ દિલ્હીનું મુંગફલી બેન્ડનું પર્ફોમન્સ આકર્ષણ બની રહેશે. પીએમ મોદી ફ્લેગ ઓફ કરશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત સુરતના સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહેશે. મેરેથોન દોડ 21, 10 અને 5 કિમી એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં યોજાશે.મેરેથોનમાં દેશ અને વિદેશના દોડવીરો ભાગ લઈ રહ્યા છે.
Published at : 11 Feb 2018 04:07 PM (IST)
View More























