મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ કહ્યું, આ વાઘા અમેરિકામાં રહેતા હરિભક્ત ધરમભાઈએ મોકલાવેલા છે. તેમને સારા ભાવથી વાઘા અર્પણ કર્યા છે. તેમને ત્યાંથી ગરમ વાઘા બનાવીને મોકલાવ્યા છે. દાદાને વાઘા દિવસમાં બે વખત બદલવામાં આવે છે. ઘણાં બધા ભક્તો દાદાને વાઘા અર્પણ કરે છે. માટે પેન્ડિંગ પડેલા વાઘા દિવસમાં દાદાને બે વખત બદલવામાં આવે છે.
2/3
કડકડતો શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને પણ ઠંડી લાગે નહીં એટલા માટે મંદિર દ્વારા હનુમાનજીને લાલ રંગના ગરમ વસ્ત્રો પહેરાવાયા છે. વસ્ત્રોની કિનારી પર સફેદ રંગની બોર્ડર છે. જેને સાંકળીને લોકો સાંતાક્લોઝ ગણાવી રહ્યા છે.
3/3
બોટાદ: ગુજરાતમાં સારંગપુર ખાતે હનુમાનજીને સાંતાક્લોઝ જેવા કપડા પહેરાવવામાં આવતા વિવાદ થયો છે. આ ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. વિવાદ વધતા આ પ્રકારના કપડા ઉતારી લેવામાં આવ્યાં હતાં. સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે આ ગરમ વાઘા શિયાળામાં ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે. અત્યારે ધર્નુમાસ ચાલી રહ્યો છે. ધનુર્માસ નિમિત્તે ઠાકોરજી સવારે વહેલાં ભણવાં જતા હોય છે. એટલે દરરોજ અલગ-અલગ કલરના વાઘા પહેરાવવામાં આવે છે. આજે રવિવારનો દિવસ છે. ભગવાનને એવો ભાવ વ્યક્ત કર્યો છે કે ભગવાનને આજે ગરમ વાઘા પહેરાવી અને તેમના બાળ સખા મિત્રો સાથે રમવા માટે મોકલીએ.