સામાન્ય ઈજાગ્રસ્તોને વલ્લભીપુર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ વિદ્યાર્થીઓને બચાવવા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
2/5
નોંધનીય છે કે, દિહોર ગામના વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રિન્સીપાલ સાથે વલ્લભીપુરમાં પચ્છેગામ શિબિરમાં જવા નીકળ્યા હતા. આ માટે ખાનગી મેજિક વાહન કરાઈ હતી. વિદ્યાર્થીઓ ગાડીમાં બેસીને નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
3/5
ભાવનગરના ચમારડી ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પાના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતના પગલે 7થી 8 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે પાંચ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડાયા હતા.
4/5
અન્ય સામાન્ય ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વલ્લભીપુર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોનાં ટોળા વળ્યાં હતાં. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
5/5
રવિવારે ભાવનગરમાં વિદ્યાર્થી ભરેલા ટેમ્પાને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે 7થી 8 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે 5 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થતાં ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.