શોધખોળ કરો
હળવદની અથડામણમાં ઘાયલ ભરવાડ આધેડનું મોત, માલધારીઓનાં ટોળાં ઉમટતાં માહોલ તંગ, મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈન્કાર
1/6

જો કે ભરવાડ આધેડના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ ભરવાડ સમાજનાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પોલીસ ખડકી દેવાતાં સિવિલ હોસ્પિટલ પ્રાંગણ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.
2/6

પોલીસ અધિકારીઓએ પરિવારજનો અને સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે મોડી રાત સુધી સમાજના આગેવાનો લાશ સ્વીકારવા તૈયાર થયા ન હતા. પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું કે પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Published at : 17 Jul 2017 10:30 AM (IST)
View More























