શોધખોળ કરો

Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત

Nalanda Stampede News: બિહારના નાલંદામાં મંગળવારે સવારે એક મંદિરમાં થયેલી ભાગદોડમાં આઠ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા

Nalanda Stampede News: બિહારના નાલંદામાં મંગળવારે સવારે (31 માર્ચ, 2026) એક મંદિરમાં થયેલી ભાગદોડમાં આઠ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટના દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મઘડા સ્થિત શીતળા માતાજીના મંદિરમાં બની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ભીડભાડ અને અપૂરતી વ્યવસ્થાને કારણે બની હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્રે હજુ સુધી મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓની સંખ્યાની પુષ્ટી કરી નથી.

દર મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ આવે છે

દર મંગળવારે હજારો શ્રદ્ધાળુઓ અહીં પૂજા કરવા આવે છે. આ મંગળવારે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખરાબ જોવા મળી હતી. પૂજામાં હાજર શ્રદ્ધાળુઓની મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માહિતી મળ્યા બાદ ઘણી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. એસડીએમ પણ પહોંચ્યા છે.

સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા 

આ ઘટનામાં ઘાયલ શ્રદ્ધાળુઓની સંખ્યા 10 થી 12 જેટલી હોવાનો અંદાજ છે. ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મંદિર પરિસરને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ઘટના બાદ મોટી પોલીસ ફોર્સ પહોંચી ગઈ છે.

રિપોર્ટ અનુસાર,  ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતળા માતા મંદિરમાં દર્શન અને પૂજા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મંદિરમાં પોલીસ અને વહીવટી વ્યવસ્થા ઓછી હતી. દરમિયાન, દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક ભક્તો લાઈન તોડીને એકબીજા પર ચઢવા લાગ્યા હતા. જેના કારણે અરાજકતા સર્જાઈ હતી. પરિણામે મંદિરમાં ભાગદોડ મચી ગઈ, જેમાં લોકો પડી ગયા અને એકબીજા ઉપર થઈને દોડવા લાગ્યા હતા. નાસભાગની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે એક ડઝનથી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા, જેમાંથી આઠ લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. 

આ ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ આ ઘટના માટે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવે છે.

આજે નાલંદા યુનિવર્સિટી દીક્ષાંત સમારોહ

અહેવાલો અનુસાર, નાલંદા યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ આજે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજગીરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદા યુનિવર્સિટી દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ તેમની સાથે રહેશે. આનાથી સવાલ ઉભા થાય છે કે શું આ કાર્યક્રમના કારણે મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget