શોધખોળ કરો
હાર્દિક ઈઝ બેક!, પાટીદારોનાં શક્તિ પ્રદર્શનને લઈને પોલીસ ઓફિસરોની રજાઓ રદ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 17 Jan 2017 07:18 AM (IST)
1/6

હિંમતનગર: પાટીદાર આંદોલનના સ્ટોફક નેતા હાર્દિક પટેલ 6 માસના વનસાસ પૂર્ણ કરીને આજે સવારે રાજસ્થાનની રતનપુર બોર્રથી ગુજરાતમાં પ્રવેશ કરશે. તેને સત્કારવાના નામે પાટીદારો દ્વારા શક્તિ પ્રદર્શનનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજે બપોરે 2-30 કલાકે હિંમતનગરમાં હાર્દિકની હુંકારસભામાં ત્રીજા તબક્કાના આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવશે. હાર્દિકના તમામ કાર્યક્રમ પર રાજ્ય સરકાર અને આઇબી સહિતની ચાંપની નજર છે.
2/6

GMDCમાં પાટીદારોની રેલી બાદ અમદાવાદમાં સર્જાયેલી સ્થિતિને લઇને પણ અમદાવાદ શહેર પોલીસ હવે કોઈ ચાન્સ લેવા માગતી નથી. આ કારણે જ શહેર પોલીસના PI અને તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓની રજા ઉપર મૌખિક પ્રતિબંધ મુકી દેવાયો છે. ચૂંટણીઓ આવનાર છે તે પહેલાં રાજકીય સળવળાટની સંભાવનાએ પોલીસ સતર્ક બની છે. મંગળવારે હાર્દિકનું ગુજરાતમાં પુન: આગમન થનાર છે ત્યારે પોલીસને સવારથી જ સ્ટેન્ડ-ટુ રહેવા આદેશ કરાયાં છે. પાટીદારોની વધુ વસતિ છે તેવા વિસ્તારોમાં PCRનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવનાર છે.
3/6

અગાઉ પાટીદાર આંદોલનની ઘેરી અસર પૂર્વના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. વસ્ત્રાલ, રામોલ, નિકોલ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, નવા નિકોલ પાટીદારોની વધુ વસતીના કારણે પાટીદાર આંદોલન સંદર્ભે સંવેદનશીલ ગણાવા લાગ્યા છે. સેક્ટર-૨ના JCP ડી.બી. વાઘેલાએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ વિસ્તારના તમામ ACPની મીટિંગ યોજી હતી અને સંભવિત સ્થિતિ ઉપર નજર રાખવા આવશ્યક સૂચનાઓ અપાઈ હતી.
4/6

શહેર પોલીસના કાફલા ઉપરાંત હેડકવાર્ટરની રિઝર્વ પોલીસ અને શહેરમાં ઉપલબ્ધ SRPની રિઝર્વ ટૂકડીઓને પણ એલર્ટ રહેવાની તાકીદ કરાઈ છે. આંદોલનના નામે ટોળાંશાહીની સ્થિતિ સર્જવાની ચેષ્ટા કરવામાં આવે તો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે SRPને ગમે તે ઘડીએ તહેનાત કરવાની તૈયારીઓ કરાઈ છે.
5/6

પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા ખાસ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પોલીસ કર્મચારીઓને રાજકીય ગતિવિધીઓ ઉપર નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી આવનાર છે ત્યારે પાટીદાર આંદોલનના નામે રાજકીય પેંતરાબાજી રચાય તેવી ગતિવિધી અને આંદોલનાત્મક કાર્યક્રમો પર તેઓ નજર રાખશે.
6/6

ગુજરાતમાં આ વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે હાર્દિકના પુન:પ્રવેશથી પાટીદાર આંદોલન વેગવાન બને તેવી ભીતિથી આજે શહેર પોલીસના અધિકારીઓમાં મીટિંગોનો ધમધમાટ જોવા મળ્યો હતો. શહેરના પોલીસ સ્ટેશનોને પાટીદારોની વધુ વસતીવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ભૂતકાળમાં તોફાની પ્રવૃત્તિ કરનાર તત્વો ઉપર નજર રાખવા તાકીદ કરવામાં આવી છે. તો, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પણ ટાર્ગેટેડ કામગીરી સોંપવામાં આવી હોવાનું ઉચ્ચ સૂત્રોમાંથી જાણવા મળે છે.
Published at : 17 Jan 2017 07:18 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાત
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
ગુજરાત
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
ગુજરાત
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
ટ્રેન્ડિંગ સમાચાર





















