તેણે પોતાની ભૂલ કબૂલી હવે પછી જરૂર પૂરતો જ મોબાઇલનો ઉપયોગ કરશે અને પત્નીને કોઇપણ પ્રકારનો ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપી હતી. 181ની ટીમે પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવતાં પરિવારજનોની દિવાળી સુધરી ગઈ હતી. જોકે આજના સમયમાં આવી ઘટના અનેક પરિવારમાં જોવા મળે છે.
2/6
181ની ટીમે કડક વલણ અપનાવી પતિને જણાવ્યું હતું કે, પત્નીની મારઝૂડ કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે અને તમારી સામે પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવા તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે. આ સાંભળી પતિને પરસેવો છૂટી ગયો હતો.
3/6
આ ઘટનાની જાણ 181ની ટીમને થતાં તેના કાઉન્સેલર દ્વારા પરિણીતાના પતિને ખૂબ જ શાંતિથી સમજાવાયા હતા. મોબાઈલ આપણા રોજબરોજના સંપર્કો નજીક બનાવે છે. હાલના સંજોગોમાં તે ખૂબ જ જરૂરી અને અનિયાર્ય છે. પરંતુ મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઇએ. આ મારો મોબાઇલ છે હું ગમે તેની સાથે વાતો કરીશ, તેમ કહી પરિણીતાના પતિ આ વાત માનવા તૈયાર જ ન હતો.
4/6
પતિનો મોબાઈલ ચેક કરતાં તે અન્ય યુવતી સાથે લાંબી-લાંબી વાતો કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પત્નીએ પૂછતાં તેણે મારો મોબાઇલ કેમ લીધો તેમ કહી તેની સાથે મારઝૂડ કરી હતી અને ઝઘડા કરતો હતો.
5/6
પત્નીની ફરિયાદ એ હતી કે, મારો પતિ ઘરે હોય કે નોકરીએ તેનો મોબાઈલ સતત ચાલુ જ રહે છે. પરિવાર તરફ કોઈપણ તેનું બિલકુલ ધ્યાન રહેતું જ નથી. આ અંગે તેને અનેકવાર સમજાવ્યો છતાં કોઈ ધ્યાન આપતો નથી.
6/6
વલસાડ: જેટલો મોબાઈલ ફોન સારો માનવામાં આવે છે તેટલો જ મોબાઈલ ફોન ખરાબ પણ છે કારણ કે મોબાઈલના કારણે ઘણીવાર ઘરના ઝઘડા બનતા હોય છે. તો આવું જ કંઈક વલસાડમાં બન્યું હતું. 181 ઉપર એક પરિણીતાનો ફોન આવ્યો હતો કે મારો પતિ મોબાઈલમાં સતત ચેટિંગ કરતો રહે છે અને આ બાબતે ટકોર કરી તો મારી સાથે મારપીટ કરી હતી. આ પ્રકારનો કોલ મળતાં જ 181ની ટીમે પતિ-પત્નીને મળી પ્રાથમિક જાણકારી મેળવી હતી.