સોહિલ ખાન અને તેમની પત્ની હિના વચ્ચે છેલ્લા એક-દોઢ વર્ષથી મનભેદ રહેતો હતો. આ પરિવારના બે ફોટો સ્ટુડિયો છે. જેમાં નાનાપોંઢા ખાતેનો ફોટો સ્ટુડિયો તેમની પત્ની ચલાવી રહી હતી અને કપરાડા ખાતેનો ફોટો સ્ટુડિયો સોહિલ ખાન ચલાવતો હતો. સૂત્રોનું એવું પણ કહેવું છે કે સોહિલ ખાનને તેમની પત્ની તેના ફોટો સ્ટુડિયોમાં પ્રવેશ કરવા દેતી ન હતી. જેના કારણે પત્ની પર શંકાની સોય તકાઇ છે. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
2/3
કપરાડાઃ કપરાડા ખાતે એક યુવકે પોતાના બે દીકરાને ઝેર પીવડાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હિંદુ મુતક યુવકે થોડા સમય પહેલા જ એક મુસ્લિમ મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્રણેયની લાશ કપરાડા ખાતે તેમના ફોટો સ્ટુડિયોમાંથી મલી આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
3/3
મૂળ ચીખલીના અને હાલમાં ધરમપુર ખાતે રહેતા સોહિલ ખાન કપરાડા ખાતે ટારઝન ફોટો સ્ટુડિયો એન્ડ હિના વોચ સેન્ટર ચલાવતા હતા. તે દરરોજ ધરમપુરથી કપરાડા અપડાઉન કરતા હતા. રવિવારે મોડી સાંજે તેમની દુકાનમાં સોહિલ ખાન (32 )પોતે ફાંસો ખાધેલી હાલતમાં તેમજ તેમના મોટો પુત્ર રીહાનખાન (9 વર્ષ) અને નાનો પુત્ર રીયાખાન (5 વર્ષ) મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સોહિલ ખાને સૌ પ્રથમ બંને બાળકોને ઝેર પીવડાવ્યું હતું અને બાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.