રાજ્યમાં ચેન્નઈ, મદુરાઈ, અરુપુકોટાઈ અને વેલુર સહિત અનેક સ્થળોએ કંપનીના સંકુલ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઈન્કમટેક્સ વિભાગે કંપનીના ૨૬ જેટલા સંકુલ પર ‘ઓપરેશન પાર્કિંગ મની’ના નામે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીના મુખ્ય સૂત્રધાર નાગરાજનના મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામી સહિત એઆઈએડીએમકેના મોટા નેતાઓ સાથે તેમને નજીકના સંબંધો છે.
4/8
ઇન્કમટેક્સના અધિકારીઓએ જણાવ્યું કે, દેશમાં કરવામાં આવેલ દરોડામાં આ સૌથી મોટી જપ્તી છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગને કંપની દ્વારા નાણાંની જંગી અને અસાધારણ લેવડદેવડની બાતમી મળી હતી અને ત્યારબાદ કરચોરીની શંકા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
5/8
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર નોટબંધી પહેલા અને બાદમાં કંપનીની શકમંદ પ્રવૃત્તિઓ પર નજર રાખ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કંપીનાના ટેક્લ રિટર્નની સ્ક્રૂટિની દરમિયાન ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી. આ દરોડામાં તમિલનાડુ પોલીસ પણ મદદ કરી રહી છે.
6/8
ઉપરાંત દરોડામાં 100 કિલો સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલું હોય આ આંકડો હજુ વધી શકે છે. રોકડ રકમ એક ટ્રાવેલર બેગ અને પાર્કિંગમાં ઊભેલી કારમાંથી મળી આવી હતી. જ્યારે જ્વેલરી ઉપરાંત સોનાનાં ડઝન જેટલાં બિસ્કિટ પણ મળી આવ્યાં છે.
7/8
તામિલનાડુની મેસર્સ એસપીકે એન્ડ કંપનીના સંકુલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સરકાર તરફથી કોન્ટ્રાક્ટ કર્યા બાદ માર્ગ અને હાઈવે નિર્માણ સાથે સંકળાયેલ આ એક પાર્ટનરશિપ કંપની છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, દરોડાની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં રૂપિયા ૧૬૦ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે, જે બિનહિસાબી હોવાની શંકા છે.
8/8
ચેન્નઈઃ આવકવેરા વિભાગે તમિલનાડુમાં સરકારી કોન્ટ્રાક્ટ લેતી એક કંપનીના સ્થળ પર સોમવારે દરોડા પાડીને 160 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. આવકવેરાના સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે.