થોડાંક વર્ષો પહેલાં શહેરના અગ્રણી બિઝનેસમેન શ્યામ જાટિયાએ 90 કરોડ રૂપિયામાં 6320 ચોરસ ફૂટનો ફલેટ ખરીદ્યો હતો. બૉલિવુડ એકટર રણબીર કપૂરે પાલી હિલ્સમાં 2470 ચોરસ ફૂટ એરિયાના ફલેટ માટે 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા પણ કોઈએ પ્રતિ ચોરસ ફૂટ આટલા ઉંચા ભાવે ફ્લેટ નહોતો લીધો.
2/7
મુંબઇમાં પહેલી વખત આટલી ઊંચી કિંમતે કોઇ ફલેટ વેચાયો છે. આ પહેલાં મુંબઇમાં પ્રતિ ચોરસ ફૂટ 1.60 લાખ રૂપિયાના ભાવે ફ્લેટ વેચાયો હતો. ગયા વર્ષે જિંદલ ડ્રગ્સના માલિકે લોઢા અલટામાઉન્ટસમાં 37, 38, અને 39મો ફલોર ખરીદ્યો હતો. તેના માટે કુલ 220 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
3/7
આ બંને ફલેટ માટે મલ્હોત્રા પતિ-પત્નીએ 2.25 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના ચૂકવ્યા છે. રંજીત અને ઉમા એમ્પાયર ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેકટરના પદ પર છે. ઉમા ગરીબ બાળકો માટે શાળા ચલાવે છે. રંજીત ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એમબીએ છે. દક્ષિણ મુંબઇના તાહની હાઇટ્સમાં તેમનો એક ફલેટ પહેલેથી છે.
4/7
રંજીત મલ્હોત્રાની પત્ની ઉમાએ આ બિલ્ડિંગના આઠમા માળે ફલેટ ખરીદ્યો છે. બંનેએ એક જ દિવસે એટલે કે 9 ઓગસ્ટે સોદો કર્યો. ઉમાએ પણ 45 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે. ઉમાના ફલેટનો બિલ્ટ-અપ એરિયા 2690 ચોરસ ફૂટ છે અને કાર્પેટ એરિયા 2168 ચોરસ ફૂટ છે. મલહોત્રા દંપતિને બંને ફ્લેટ સાથે 4 પાર્કિંગ લૉટ મળ્યા છે.
5/7
આ બિલ્ડિંગમાં પહેલા 6 માળમાં પાર્કિંગ, જીમ, બેંકવેટ હોલ, બાળકો માટે પ્લે એરિયા છે. સાતમો માળ એક સર્વિસ ફ્લોર છે. મલ્હોત્રાએ આ બિલ્ડિંગના 16મા માળે ફલેટ ખરીદ્યો છે રજીસ્ટ્રેશન પ્રમાણે આ ફલેટનો બિલ્ટ-અપ એરિયા 2152 ચોરસ ફૂટ છે, જ્યારે કાર્પેટ એરિયા 1585 ચોરસ ફૂટ છે.
6/7
આ ફ્લેટ 2152 ચોરસ ફૂટનો છે ને એમ્પાયર ઇન્ડસ્ટ્રીઝના વીપી રંજીત મલ્હોત્રાએ આ ફ્લેટ 45 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટ દરિયા કિનારે છે ને આ ફ્લેટમાં રહેનાર આરામથી અરબ સાગરનો નજારો જોઇ શકે છે. એશફર્ડ પલાજો 19 માળનું ટાવર છે અને દરેક ફલોર પર એક ફલેટ છે. આ બિલ્ડિંગમાં કુલ 12 ફલેટ છે,
7/7
મુંબઈઃ દેશભરમાં રિઅલ એસ્ટેટમાં ચોતરફથી મંદીનો માહોલ છે એવી ચર્ચા વચ્ચે દક્ષિણ મુંબઇમાં એક ફ્લેટ એટલા ઉંચા ભાવ પર વેચાયો છે સાંભળીને ચક્કર આવી જશે. ભુલાભાઈ દેસાઇ રોડ પર એશફર્ડ પલાજો નામના એપાર્ટમેન્ટમાં આવેલો એક ફ્લેટ પ્રતિ ચોરસ ફૂટ 2.09 લાખ રૂપિયાના ભાવે વેચાયો છે.