શોધખોળ કરો
2019 લોકસભા ચૂંટણીઃ બિહારમાં નીતિશ કુમાર વધારી શકે છે મોદીની મુશ્કેલી, જાણો કેમ

1/5

બિહારમાં ભાજપ પાસે 22 બેઠકો, એલજેપી 6, આરએલએસપી 3, જેડીયૂ 2, આરજેડી 4, કૉંગ્રેસ 2 અને એનસીપી પાસે 1 બેઠક છે. બિહાર લોકસભાની કુલ 40 બેઠકો છે.
2/5

નવી દિલ્લી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને કૈરાના પેટા ચૂંટણીમાં વિપક્ષની એકતાથી પછડાટ ખાઈ ગયેલા ભાજપ પર દબાવ બનાવવા માટે નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ પોતાની ચાલ રમી રહ્યું છે. બિહારમાં એનડીએ સાથે ગઠબંધન સરકાર હોવા છતાં પોતાના રાજકીય કદથી હતાશ નીતિશ કુમારની પાર્ટી જનતાદળ (યુ)ની કોશિશ 2019 લોકસભા ચૂંટણીમાં તેને સન્માનજનક સીટો મળે તેવી છે. જેડીયૂએ બિહાર લોકસભાની કુલ 40 બેઠકોમાંથી 25 બેઠકોની માંગ કરી છે.
3/5

2009 પહેલા બિહારમાં જેડીયૂ મોટાભાઈની ભૂમિકામાં હતું. ત્યારે જેડીયૂ 25 અને ભાજપ 15 બેઠકો પર ચૂંટણી લડતું, પરંતુ 2013માં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તુટ્યૂ અને 2014ની ચૂંટણીમાં તસવીર બદલાઈ ગઈ. 15 બેઠકો પર ચૂંટણી લડનારી બીજેપી 22 સાંસદોની પાર્ટી બની ગઈ અને જેડીયૂ ડબલ ફિગર પણ ન મેળવી શકી.
4/5

ઉલ્લેખનીય છે કે બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી ભાજપ અને જૂના સહયોગી ભાજપ,એલજેપી, આરએલએસપી પાસે 31 બેઠકો છે. જેડીયૂ પાસે માત્ર 2 સાંસદ છે. ભાજપ એકલા પાસે લોકસભાની 22 બેઠકો છે. રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પાસે 6 અને ઉપેંદ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી પાસે 3 બેઠકો છે.
5/5

હવે જેડીયૂ સાથે ગઠબંધનની સ્થિતિમાં ભાજપ પાસે આપવા માટે માત્ર 9 બેઠકો છે. 2014નું ગઠબંધન ચાલુ છું, એટલે ભાજપ પાસે નીતીશની પાર્ટીને બેઠકો આપવા માટે વિકલ્પ ખૂબ ઓછા છે. હાલની પરિસ્થિતિમાં નીતીશ કુમારની પાર્ટીને 9થી વધારે બેઠકો પર ટીકિટ મળવાની સંભાવના છે. એવામાં કેટલાક એક્સપર્ટનું માનવું છે કે 15 બેઠકો પણ મળે તે મુશ્કેલ છે.
Published at : 04 Jun 2018 09:21 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement