પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કનૈયા તેના વિસ્તારમાં તંત્ર મંત્ર માટે જાણીતો હતો અને તેની પાસે મહિલાઓ તેની સમસ્યાના સમાધાન માટે આવતી પણ હતી. કનૈયાના આ પૈકી કેટલીક મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ હતા પણ આ યુવતી તેની સાથે સંબંધ રાખવા તૈયાર નહોતી.
3/6
કનૈયાના પાડોશીઓને તેના પર શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને ઘરના કુલરની અંદરથી મરેલું ઘુવડ મળી આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. યુવતી તો તેના વશમાં ના થઈ પણ બીજા દિવસે પુત્રની ધરપકડના આઘાતમાં તેના પિતાનું મોત થયું.
4/6
દિલ્લીઃ દિલ્લીમાં એક યુવક એક યુવતી પર ફિદા થઈ ગયો હતો. આ યુવતીને તેણે પોતાની સાથે સેક્સ સંબંધો બાંધવા કહ્યું પણ યુવતી ઈન્કાર કરતી હતી. આ યુવતીને વશમાં કરવા યુવકે તાંત્રિકના કહેવાથી ઘુવડનો બલિ ચઢાવ્યો. બીજા દિવસે તેના પિતા ગુજરી ગયા ને યુવક પણ જેલમાં પહોંચી ગયો છે.
5/6
આવા જ એક કિસ્સામાં કનૈયા લાલ નામના યુવકે યુવતીને વશમાં કરવા કાળી ચૌદશની રાત્રે ઘુવડનો બલિ ચઢાવ્યો હતો. કનૈયા લાલ યુવતીને પ્રેમ કરતો હતો અને તેને વશમાં કરવા માટે તંત્ર, મંત્ર કરી રહ્યો હતો. 15 દિવસ પહેલાં તેણે પોતાના જીજાજીને કહી અને ઘુવડ મંગાવ્યું અને તેની બલિ ચઢાવી તેના પગ કાપી નાંખ્યા.
6/6
આ કારણે યુવકને ઘુવડનો બલિ ચઢાવવાની સજા મળી તેવી વાતો ચાલી રહી છે. ભારતમાં અંધવિશ્વાસ અને તંત્ર સાધનામાં ઘણાં લોકોને વિશ્વાસ છે. તંત્ર વિદ્યામાં ઘુવડની બલિ ચઢાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આજના સમયમાં પણ કેટલાક લોકો આવા અંધવિશ્વાસમાં ફસાઈને બલિ ચઢાવે છે.