આપ છોડનાર નેતાઓએ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં ડૉ બલવીર સિંહ જૂથ પર તાનાશાહી વલણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી સૌથી વધુ નેતા પ્રતિપક્ષના નેતા સુખપાલ ખૈરાથી જોડાયેલા છે. સામૂહિક રાજીનામામાં આ નેતાઓએ ડૉ. બલવીર સિંહ પર ઘણા નેતાઓએ મનમાની રીતે બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે.
2/3
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનારા નેતાઓમાં 5 જિલ્લા અધ્યક્ષ, 6 ક્ષેત્રીય પ્રભારી અને 2 મહાસચિવનો સમાવેશ થાય છે.
3/3
આપના પંજાબ યૂનિટમાં એક સાથે 16 નેતાઓના રાજીનામાને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ચંદીગઢના 16 નેતાઓએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ પાર્ટી મામલાના પ્રભારી મનીષ સિસોદિયાએ પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ તમામ રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે કે નહીં, આ અંગેની જાણકારી હજી સુધી મળી શકી નથી.