શોધખોળ કરો
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શું થશે ભાજપનું, જાણો ABPનો Poll
1/7

રાજ્યની 38 ટકા જનતા કૉંગ્રેસની સાથે જોવા મળી રહી છે. સર્વેમાં 33 ટકા લોકો ભાજપની સાથે અને 22 ટકા લોકો જેડીએસ ગઠબંધન સાથે છે. ભાજપ-કૉંગ્રેસના વોટશેરમાં 5 ટકાની અંતર છે. કેંદ્રમાં સત્તારૂઢ ભાજપ સરકારના કામકાજથી જનતા ખુશ જોવા મળી રહી છે. 68 ટકા લોકોએ કહ્યું પ્રધાનમંત્રી મોદી સારૂ કામ કરી રહ્યા છે. 23 ટકા લોકોએ કહ્યું મોદી ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. 45 ટકા લોકોએ સારી અને 16 ટકા લોકોએ ખરાબ જણાવ્યું. જ્યારે 12 ટકા લોકોએ મોદીનું કામ ખૂબ જ ખરાબ ગણાવ્યું.
2/7

જો કે રાજ્યમાં ચૂંટણી આવી તે પહેલાં જ સિદ્ધારમૈયા સરકારના ખેલાયેલ લિંગાયત કાર્ડની કોઇ અસર જોવા મળી રહી નથી. સર્વેનું માનીએ તો 61 ટકા લિંગાયત વોટર ભાજપની સાથે છે અને 18 ટકાએ કૉંગ્રેસનું સમર્થન કર્યું. જેડીએસને પણ 11 ટકા લિંગાયત વોટ મળી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં 12મી મેના રોજ ચૂંટણી થવાની છે અને 15મી મેના રોજ પરિણામ આવશે.
Published at : 08 May 2018 01:23 PM (IST)
View More




















